પોસ્ટ્સ

બનાસકાંઠા જીલ્લા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ દર્દી માટે રેમડેસીવીર ઈંજેક્શન રજીસ્ટ્રેશન માટેનાં સ્ટેપ્સ

છબી
૧) ફકત સરકાર માન્ય કોવીડ હોસ્પીટલને રેમડેસીવીર ઈન્જેક્શન મેળવવા માટે https://bkcovid19response.in/ પો ર્ટલ પર જઈ અરજી કરવાની રહેશે. ૨)  હોસ્પીટલ લોગીન આઈડી અને પાસવર્ડથી પોર્ટલ પર લોગીન કરવું. ૩)  હોસ્પીટલ લોગીનથી દર્દીને આપવામાં આવતી રેમડેસીવીરની , જેમને જરુરીયાત હોય તેમને “ડ્રગ રજીસ્ટ્રેશન” મેનુ પર ક્લીક કરી ઓપન કરવું. ૪)  લોગીન કર્યા બાદ “નવા દર્દીની નોધણી” પર ક્લીક કરવું. ૫)  રેમડેસીવીર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તે ભરવાનું રહેશે. ૬)  દર્દીનું આધાર કાર્ડ મુજબ પુરુ નામ લખવાનું રહેશે. ૭) “ * ” કરેલ દરેક ફીલ્ડ ફરજીયાત નાખવાની રહેશે તે સીવાય ફોર્મ સબમીટ થશે નહી. ૮) પોર્ટલ પર અપલોડ કરવાનાં થતા ો જેવા કે 1) ડોકટર પ્રીસ્ક્રીબશન 2) દર્દીનું આધાર કાર્ડ 3) RTPCR રીપોર્ટ 4) CT-Scan રીપોર્ટ 5) બલ્ડ રીપોર્ટ 6) અન્ય દસ્તાવેજ ની કોપી JPG અથવા PDF ફોર્મેટ ( સાઈજ 5 MB કરતા વધુ નહી) માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે ત્યાર બાદ અરજીની બધી વિગતો ચકાશી સબમીટ બટન પર ક્લીક કરી અરજી સબમીટ કરાવી શકાશે. ૯) સબમીટ થયેલ અરજી CDHO દ્વારા ચકાસણી કર્યા પછી મંજુર કે નામંજુર કરવ...

કોરોના વેક્સીનને લગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

છબી
આપવામાં આવનારી રસી કોને માટે નથી? ૧. ૧૮ વર્ષથી નાની ઉમરની વ્યક્તી માટે નથી. ૨. ગર્ભવતી મહિલા અને પ્રસુતી બાદ શિશુને સ્તનપાન કરવાતી માતાઓએ રસી ના લેવી. ૩. વ્યક્તી કે જેને રસીના પ્રથમ ડોઝ પછી રીએક્શન (એનફાયલેકિસસ) આવ્યુ હોય એમણે બિજો ડોઝ લેવો સલાહ ભર્યુ નથી. ૪. ભુતકાળમાં અન્ય કોઈપણ રસી , ઈન્જેકશન , દવા કે અન્ય કોઈપણ ખાધ પદાર્થ લેવાથી કોઈ ભારે રીએક્શન આવ્યું હોય તો તેમણે રસી ના લેવી. સમજવા જેવા મુદાઓ: ૧. વ્યક્તી જે હાલમાં કોવીડ પિઝીટીવ છે એમણે ના લેવી. ૨. કોવીડ પોઝીટીવ દર્દી જેમ ણે હાલમાં એન્ટીબોડી/પ્લાઝમા થેરાપી આપી હોય એમના માટે નથી. ૩. તાજેતરમાં અન્ય કોઈપણ બિમારીના કારણે હોસ્પીટલ અથવા આઈ.સી.યુ. માં સારવાર હેઠળના દર્દી માટે નથી. આ રસી કોણ લઈ શકે છે? ૧. ઉપરના તમામ મુદાઓને બાદ કરતા ૧૮ વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તી આ રસી નિ:સંકોચ લઈ શકશે. ૨. કોવીડ-૧૯ ને માત આપીને સાજા થયેલા દરેક વ્યક્તી ડોકટરની સલાહ લીધા બાદ રસી લઈ શકે. ૩. અન્ય કોઈ લાંબાગાળાની બિમારીઓ જેવી કે હદય રોગ , ડાયાબિટીસ , હાઈ બલ્ડપ્રેશર , ફેફસાની બિમારી , કિડનીની તકલીફો , કેન્સર , મગજ કે ચેતાતંત્રની બિમારીની હાલમાં સ...