બનાસકાંઠા જીલ્લા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ દર્દી માટે રેમડેસીવીર ઈંજેક્શન રજીસ્ટ્રેશન માટેનાં સ્ટેપ્સ
૧) ફકત સરકાર માન્ય કોવીડ હોસ્પીટલને રેમડેસીવીર ઈન્જેક્શન મેળવવા માટે https://bkcovid19response.in/ પોર્ટલ પર જઈ અરજી કરવાની રહેશે.
૨) હોસ્પીટલ લોગીન આઈડી અને પાસવર્ડથી પોર્ટલ પર લોગીન કરવું.
૩) હોસ્પીટલ લોગીનથી દર્દીને આપવામાં આવતી રેમડેસીવીરની, જેમને જરુરીયાત હોય તેમને “ડ્રગ રજીસ્ટ્રેશન” મેનુ પર ક્લીક કરી ઓપન કરવું.
૪) લોગીન કર્યા બાદ “નવા દર્દીની નોધણી” પર ક્લીક કરવું.
૫) રેમડેસીવીર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તે ભરવાનું રહેશે.
૬) દર્દીનું આધાર કાર્ડ મુજબ પુરુ નામ લખવાનું રહેશે.
૭) “ *
” કરેલ દરેક ફીલ્ડ ફરજીયાત નાખવાની રહેશે તે સીવાય ફોર્મ સબમીટ થશે નહી.
૮) પોર્ટલ પર અપલોડ કરવાનાં થતા
ો જેવા કે 1) ડોકટર પ્રીસ્ક્રીબશન 2)
દર્દીનું આધાર કાર્ડ 3) RTPCR રીપોર્ટ 4) CT-Scan રીપોર્ટ 5)
બલ્ડ રીપોર્ટ 6) અન્ય દસ્તાવેજ ની કોપી JPG અથવા
PDF ફોર્મેટ (સાઈજ 5MB કરતા વધુ નહી) માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે ત્યાર બાદ અરજીની બધી
વિગતો ચકાશી સબમીટ બટન પર ક્લીક કરી અરજી સબમીટ કરાવી શકાશે.
૯) સબમીટ થયેલ અરજી CDHO દ્વારા ચકાસણી કર્યા પછી મંજુર કે નામંજુર
કરવામાં આવશે. અરજી મંજુર થવા પર ડેશબોર્ડ પર અરજી મંજુર થયેલનુ લીસ્ટમાં દેખાશે,
તે મંજુર થયેલ અરજી પર ક્લીક કરી તેની એપ્લીકેશનની પ્રીંટ કાઢવાની
રહેશે. હોસ્પીટલ નો કર્મચારી વાઈલ લેવા જતી વખતે તેમને એપ્લીકેશનની પ્રીંટ તેમજ
આઈડી પ્રુફ સાથે રાખવુ અને તે ફરજીયાત પણે દેખાડવાનું રહેશે ત્યાર બાદ જ વાઈલ
આપવામાં આવશે.
૧૦) મંજૂર
થયેલ અરજીનાં ડ્રગ ઈશ્યુ થયા પછી, દર્દીને
ઈન્જેકશન લગાવેલ છે તે અંગેનુ ડોકટર નું પ્રમાણપત્ર તેમના સહી સીક્કા સાથે અપલોડ
કરવાનું રહેશે.
ડ્રગ ઈશ્યુ થવા પર ડેશબોર્ડ પર ડ્રગ ઈશ્યુ થયેલ નુ લીસ્ટ દેખાશે, તે ડ્રગઈશ્યુ થયેલ અરજી પર ક્લીક કરી તેનુ “ડાઉનલોડ સર્ટીફીકેટ” ના બટન પર ક્લીક કરી “દર્દીને ર્રેમડેસીવીર ઈન્જેક્શન આપ્યા અંગેનું પ્રમાણપત્ર” ની પ્રીંટ લઈ તેમાં જરુરી વિગત ભરી ડોકટરનું સહી સીક્કા કરાવ્યા પછી “અપલોડ સર્ટીફીકેટ” ઓપ્શનમાં તે પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
નોંધ : પ્રમાણપત્ર અપલોડ કર્યા પછીજ તમે બીજા વાઈલ માટે અરજી કરી શકશો.
૧૧) પછીના ડોઝ માટે સહી સીક્કા સાથે પ્રમાણપત્ર અપલોડ કરી ત્યાર બાદ “એપ્લાય ફોર નેક્સ્ટ ડોઝ” ઓપ્શન દેખાશે, જેમાં ડોઝ મેળવનારનું નામ, તેમનો હોદ્દો અને મોબાઈલ નંબર દાખલ કરી પછીના ડોઝ માટે એપ્લાય કરી શકાશે.
એપ્લાય કર્યા પછી તમારી અરજીની મંજુરી માટે CDHO પાસે જશે તેમની મંજુરી તેમજ ડોઝ ઈશ્યુ થયા બાદ Step-9,10 અને Step-11 મુજબ તમે પછીનાં ડોઝ માટે અરજી કરી શકો છો જે મહતમ દર્દી દીઠ “છ ડોઝ” સુધી માન્ય રહેશે.
૧૨) ડીસ્ચાર્જ મેનુ
પર ક્લીક કરવાથી દર્દીનું ડિસ્ચાર્જ ફોર્મ ખુલશે, તેમા દર્દીનાં આધાર નંબર અને
મોબાઈલ નંબર દાખલ કરી સર્ચ બટન પર ક્લીક કરવાથી દર્દીની માહીતી આવશે.
















ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો