કોરોના વેક્સીનને લગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
આપવામાં આવનારી રસી કોને માટે નથી?
૨. ગર્ભવતી મહિલા અને પ્રસુતી બાદ શિશુને સ્તનપાન કરવાતી માતાઓએ રસી ના લેવી.
૩. વ્યક્તી કે જેને રસીના પ્રથમ ડોઝ પછી રીએક્શન (એનફાયલેકિસસ) આવ્યુ હોય એમણે બિજો ડોઝ લેવો સલાહ ભર્યુ નથી.
૪. ભુતકાળમાં અન્ય કોઈપણ રસી, ઈન્જેકશન, દવા કે અન્ય કોઈપણ ખાધ પદાર્થ લેવાથી કોઈ ભારે રીએક્શન આવ્યું હોય તો તેમણે રસી ના લેવી.
સમજવા જેવા મુદાઓ:
૨. કોવીડ પોઝીટીવ દર્દી જેમણે હાલમાં એન્ટીબોડી/પ્લાઝમા થેરાપી આપી હોય એમના માટે નથી.
૩. તાજેતરમાં અન્ય કોઈપણ બિમારીના કારણે હોસ્પીટલ અથવા આઈ.સી.યુ. માં સારવાર હેઠળના દર્દી માટે નથી.
આ રસી કોણ લઈ શકે છે?
૧. ઉપરના તમામ મુદાઓને બાદ કરતા
૧૮ વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તી આ રસી નિ:સંકોચ લઈ શકશે.
૨. કોવીડ-૧૯ ને માત આપીને સાજા
થયેલા દરેક વ્યક્તી ડોકટરની સલાહ લીધા બાદ રસી લઈ શકે.
૩. અન્ય કોઈ લાંબાગાળાની બિમારીઓ
જેવી કે હદય રોગ, ડાયાબિટીસ, હાઈ બલ્ડપ્રેશર, ફેફસાની
બિમારી, કિડનીની તકલીફો, કેન્સર,
મગજ કે ચેતાતંત્રની બિમારીની હાલમાં સારવાર લેતા તમામ દર્દીઓએ કોઈપણ
જાતના ડર વગર રસી લેવી જોઈએ.
૪. ઓછી રોગપ્રતીકારક શક્તિ ધરાવતા
તેમજ એચ.આઈ.વી. ગ્રસ્ત દર્દીઓ પણ આ રસી લઈ શકશે.
રસી વિશેની માહીતી:
# સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં
આવનારી બંને રસી (કોવીડશીલ્ડ/કોવેક્સિન) બંને ઈન્જેકશન રુપે જ આપવામાં આવશે.
# રસીના
બે ડોઝ ૦.૫ મીલી નાં છે.
# બીજો ડોઝ ૪ અઠવાડીયા / ૨૮ દિવસનાં અંતરે આપવામાં આવશે. રસી
મુકાવયા બાદ ઈન્જેકશનની જગ્યાએ સામાન્ય દુખાવો થવો, તાવ આવવો વગેરે જેવા લક્ષણો સામન્ય છે.
# જો
આમાંથી કંઈ પણ જણાય તો ગભરાવાની જરા પણ જરુર નથી, એના માટે આપના
ફેમેલી ડોકટરની સલાહ લઈ શકો છો.

સરસ
જવાબ આપોકાઢી નાખોઊંડાણ પૂર્વક ની સચોટ માહિતી
જવાબ આપોકાઢી નાખોKhub saras
જવાબ આપોકાઢી નાખો